રાજકોટ : #નાગરિક_પ્રથમ ના અભિગમ સાથે #વિકાસ_સપ્તાહ ની ઉજવણીના અંતિમ દિવસે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  રાજકોટ : #નાગરિક_પ્રથમ ના અભિગમ સાથે #વિકાસ_સપ્તાહ ની ઉજવણીના અંતિમ દિવસે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

#નાગરિક_પ્રથમ ના અભિગમ સાથે #વિકાસ_સપ્તાહ ની ઉજવણીના અંતિમ દિવસે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સયુંકત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેની વિશેષ ઉપસ્થિતિમાં #સાંસ્કૃતિક_કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા "ધરતી કરે પુકાર" નાટીકા, સ્ત્રી ભ્રુણ હત્યા આધારિત હૃદયસ્પર્શી "સાવધાન" નાટીકા, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત બે ગરબા, અઠિંગો રાસ સહિતની નાટ્ય અને રાસ-ગરબાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા વિશિષ્ટ કામગીરી બદલ આઈ.સી.ડી.એસ.ના પાંચ કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ચિત્ર, નિબંધ અને ક્વિઝ સ્પર્ધાના વિજેતા ૧૩૨ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance










Comments