Navlakha Palace-નવલખા પૅલેસ - ગોંડલ
Navlakha Palace-નવલખા પૅલેસ - ગોંડલ
નવલખા પૅલેસની સ્થાપના ૧૭ મી સદીમાં થઇ હતી. મહેલ નદી કિનારે આવેલો છે અને તે ૩૦ એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે જેનો પ્રવેશ દ્વાર એક ઘડિયાળ ટાવર છે. પ્રવેશદ્વારા પાસે ઘણું મોટું મેદાન આવેલું છે. ખુલ્લી જમીન સાથે સાથે સ્થાપત્યના અદ્દભૂત નમૂનો અવલાખા પૅલેસમાં આવેલા છે. જેમાં છત પણ વિશાળ છે. ભવ્ય દરબાર રૂમમાં વિશાળ દરવાજો, નદીનો નજારો આપતી કોતરણીથી સભર બારીઓ આવેલ છે. અહીં અદ્દભુત શૃંગાર, સાજ-સજ્જા મહેલની સુંદરતામાં વધારો કરે છે. મહેલના સંગ્રાહલયમાં સર ભગવતસિંહને મળેલ ભેટો, સોગાતો અને લખાણો મૂકવામાં આવેલા છે. જે એક મહત્વાકાંક્ષી શાસક અને તેમણે જ ગોંડલ શહેરનો વિકાસ કર્યો હતો. જે ૧૯ મી અને ૨૦ મી સદીમાં સૌરાષ્ટ્રનું આધુનિક શહેર હતું.
Comments
Post a Comment