રાજકોટ એઇમ્સ ખાતે તબીબી શિક્ષણ અને સંશોધનને સાંકળતા ‘રીસર્ચ મેથડોલોજી’ વિષય પર તા. ૧૭ અને ૧૮ મી ઑક્ટોબરના રોજ બે-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની (સી.એમ.ઈ) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

 

રાજકોટ એઇમ્સ ખાતે તબીબી શિક્ષણ અને સંશોધનને સાંકળતા ‘રીસર્ચ મેથડોલોજી’ વિષય પર તા. ૧૭ અને ૧૮ મી ઑક્ટોબરના રોજ બે-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની (સી.એમ.ઈ) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સી.એમ.ઈ માં હેલ્થકેર સેક્ટરમાં સંશોધન ક્ષમતાઓને ઉચ્ચ સ્તર પર આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં નેશનલ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સીસ (NAMS) ના સેક્રેટરી પ્રો. ડૉ. ઉમેશ કપિલે તેમના ચાવીરૂપ વકતવ્યમાં આરોગ્યની ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે નૈતિક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધનની જરૂરિયાત પર પ્રકાશ પાડયો હતો.

આ નિષ્ણાતોએ અદ્યતન સંશોધન પદ્ધતિઓ, ક્લિનિકલ ટ્રાયલ, ડેટા મેનેજમેન્ટ અને બાયોસ્ટેટિસ્ટિક્સની ઉપયોગીતા અંગે તેઓનું તજજ્ઞ જ્ઞાન અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં. સાથોસાથ પ્રભાવક સંશોધન હાથ ધરવા માટે પ્રાયોગિક કૌશલ્યો અંગે ઉપસ્થિત તબીબી રીસર્ચર્સને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot



Comments