Kusum Vilas/Prem Bhavan Palace-રિવર સાઇડ પૅલેસ - ગોંડલ
Kusum Vilas/Prem Bhavan Palace-રિવર સાઇડ પૅલેસ - ગોંડલ
ભારતના યુવરાજે ગોંડલમાં ઇ.સ. ૧૮૦૦ માં આ મહેલ બનાવ્યો હતો. ત્યારબાદ તેને હેરિટેજ હોટલમાં રૂપાંતર કરવામાં આવ્યું. આ મહેલ ગોંડલી નદીના કિનારે આવેલાં છે. આ મહેલમાં સુંદર સ્થાપત્યકલાના દર્શન થાય છે. તથા રમણીય બગીચો અને ઉંચા વૃક્ષો પણ જોવા મળે છે. અહીંના રૂમોની છતોં ખૂબ ઉંચી તથા રૂમોમાં અદ્દભુત સાજ-સજાવટની ગોઠવણી કરવામાં આવે છે અને બારીઓમાંથી નદીના દ્રશ્ય માટેની ગોઠવણી કરવામાં આવેલ છે.
રહેવાના રૂમને યુરોપીયન પ્રકારે સજાવવામાં આવ્યો છે. જ્યારે બીજા રૂમમાં વિશિષ્ટ ભારતીય શૈલીમાં સજાવવામાં આવ્યો છે. આ મહેલ મુલાકાતીઓને પ્રકૃતિથી નજીક લઇ જાય છે.
Comments
Post a Comment