રાજકોટ:;આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
રાજકોટ:;આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
#વોટસન_મ્યુઝિયમ રાજકોટના ઉપક્રમે #વિકાસ_સપ્તાહ ની ઉજવણી કરાઈ હતી. ગુજરાત સરકારશ્રીના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
શહેરના આઈ.પી. મિશન શાળાની વિદ્યાર્થીનીઓએ વોટસન મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓએ મ્યુઝિયમમાં સૌરાષ્ટ્રની પાઘડીઓ, સ્થાપત્યો, ભરતકામ, મોતીકામ, પહેરવેશ વગેરે પ્રાચીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ધરોહરની જાણકારી મેળવી હતી.
મ્યુઝિયમ, રાજકોટ ખાતે #Monument_Protection_for_Next_Generation શિર્ષક હેઠળ તા.૧૫ ઑક્ટોબર થી ૨૦ ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્રના વરિષ્ઠ ચિત્રકારોના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ સાથે જ ઉપસ્થિત મુલાકાતી સમુહને દરરોજ સાંજે ૪ કલાકે રાજ્યરક્ષિત સ્મારક #ધુમલી નો શોર્ટ વિડિયો શો દર્શાવવામાં આવશે.
#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance
Comments
Post a Comment