રાજકોટ સ્થિત પ્રદ્યુમન પાર્કની સાફ સફાઈ કરવામાં આવી.

 રાજકોટ સ્થિત પ્રદ્યુમન પાર્કની સાફ સફાઈ કરવામાં આવી.

રાજકોટ સ્થિત પ્રદ્યુમન પાર્કમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી સહેલાણીઓ મુલાકાત અર્થે આવે છે. આ પાર્કની હરિયાળી અને વન્યજીવોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રોજબરોજ સફાઈ કરવામાં આવે છે.સ્વચ્છ ભારત અભિયાન અન્વયે પાર્કમાં પ્લાસ્ટિકની કોઈ પણ ચીજ વસ્તુને લઈ જવા મનાઇ છે. ૧૩૭ એકરમાં વિસ્તરેલ પ્રાણી ઉદ્યાનને સ્વચ્છ અને સુઘડ રાખવાનું બીડું અહીંયા કામ કરતા સફાઈ કર્મીઓએ લીધું છે. તેઓ સર્વે ખુબ જ ઉત્સાહ સાથે પાર્કના વિવિધ વિસ્તારોની સાફ સફાઈ કરે છે. 

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot




Comments