રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

 રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું



વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં #વિકાસ_સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ૧૫મી ઓક્ટોબરે #લખપતિ_દીદી અંગે માર્ગદર્શક વ્યાખાન-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લખપતિ દીદી અંગે મહત્ત્વની જાણકારી આપવામાં આવી હતી.

આ યોજના હેઠળ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે, જેમ કે: કૃષિલક્ષી તાલીમ: ડ્રોન ટેક્નોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ વગેરે. પ્લમ્બિંગ તાલીમ: પાઇપલાઇન ફિટિંગ, નળ રિપેરિંગ વગેરે. એલ.ઈ.ડી. બલ્બ નિર્માણ: એલ.ઈ.ડી. બલ્બ બનાવવા અને રિપેર કરવાની તાલીમ વગેરે આપવામાં આવે છે.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance

Comments