પડધરીમાં તાલુકાકક્ષાની વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

 પડધરીમાં  તાલુકાકક્ષાની વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત પડધરીમાં આજે તાલુકાકક્ષાની વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પડધરી તાલુકા મામલતદાર શ્રી કે.જી. ચુડાસમાના નેતૃત્વમાં આજે તાલુકા કક્ષાની વિકાસયાત્રા પડધરી ગામના મુખ્ય બજારમાં નીકળી હતી. મોવિયા સર્કલથી આ પદયાત્રા શરૂ થઈ હતી, જે બસ સ્ટેન્ડ ખાતે વિરામ પામી હતી. આ પદયાત્રામાં તાલુકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance

Comments