મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું

 મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું 

ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે વિચરતી-વિમુક્ત જાતિને પ્લોટની ફાળવણી થતાં ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકાર મકાનના બાંધકામ માટે પણ  સહાય આપે છે. આ ગામમાં પાણી માટે પાઇપલાઈન, વીજ જોડાણ, શિક્ષણને લગતા પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં, જસદણ-વિંછીયા પંથકના અંતરિયાળ ગામોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયાસશીલ છે.

મહાનુભવોના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે ૧૦૦ ચો. વાર પ્લોટની ફાળવણી કરીને સનદ વિતરણ કરાયું હતું.

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot @kunvarjibavalia #kunvarjibavalia




Comments