Rajkot: પી.ડી.યુ. મેડીકલ કોલેજ જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ દ્વારા ‘‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’’ની ઉજવણી કરાઇ.

 Rajkot: પી.ડી.યુ. મેડીકલ કોલેજ જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ દ્વારા ‘‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’’ની ઉજવણી કરાઇ.


પી.ડી.યુ. મેડીકલ કોલેજ જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ દ્વારા ‘‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ ઓક્ટોબર ‘‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’’ની ઉજવણી અંતર્ગત હોસ્પિટલના પટાંગણમાં ડોક્ટર્સ દ્વારા નાગરિકોને આંખનું મહત્વ અને તેની કાળજી કઈ રીતે રાખવી તેની જાણકારી આપવામાં આવી હતી. ‘‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’’ની આ વર્ષની થીમ "બાળકો, તમારી આંખોને પ્રેમ કરો અને તેની કાળજી રાખો" છે.

સતત કોમ્પ્યુટર ઉપર કામ કરતી વ્યક્તિએ દર ૨૦ મિનિટે સ્ક્રીન ઉપરથી નજર હટાવીને ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર જવા, ધુમ્રપાન કરવાથી આંખોના પડદા તથા નસને થતા નુકસાન વગેરે વિષે જાણકારી અપાઇ હતી..

આંખોની જાળવણી માટે ડોક્ટર પાસે આંખની નિયમિત તપાસ કરાવતી રહેવી જોઇએ. આ ઉપરાંત યોગ્ય આહાર, સ્વચ્છતા, કસરત, સનગ્લાસ, પૂરતી ઊંઘ વગેરે દ્વારા આંખોની કાળજી સારી રીતે રાખી શકાય છે.

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot

Comments