આર્થિક સક્ષમતા તરફ એક પગલુ: નીલકંઠ આજીવિકા ગ્રુપની કહાની

 આર્થિક સક્ષમતા તરફ એક પગલુ: નીલકંઠ આજીવિકા ગ્રુપની કહાની


અમરેલીથી આવેલા નીલકંઠ આજીવિકા ગ્રુપના શ્રી મહેશ્વરીબેન ઘુમલીયા ઉત્સાહભેર કહે છે કે અમારા સખી મંડળના ૧૧ મહિલાઓ આર્થિક પગભર બનીને પરિવાર માટે ટેકારૂપ બની રહી છે. હું આ મંડળ સાથે ત્રણ વર્ષથી સંકળાયેલી છું. આ સખી મંડળ ઓર્ગેનિક દવા, વાઢિયા મલમ, દુઃખાવામાં રાહત આપતું વનસ્પતિ તેલ, દંતમંજન, દૂધીનું તેલ, બામ, શેમ્પુ, સાબુ, જેવી આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલી ચીજોનું વેચાણ કરીએ છીએ. મંડળની બહેનો પોતપાતાના ખેતરના ઉત્પાદનોનો આ વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. અગાઉ દેવભૂમિ દ્વારકા, સુરત, મહેસાણા, મોરબી, ડીસા, ગીરસોમનાથ સહિતના શહેરોમાં વિનામૂલ્યે સરકારે સ્ટોલ ફાળવ્યો છે. જે બદલ અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ.

@cmogujarat @bhupendrapbjp

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment

#InfoRajkotGoG

Comments