Ranjit Vilas Palace -રણજીત વિલાસ પૅલેસ - વાંકાનેર, રાજકોટ

Ranjit Vilas Palace -રણજીત વિલાસ પૅલેસ - વાંકાનેર, રાજકોટ

ઇ.સ. ૧૯૦૦ માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું. તે ટેકરી પર આવેલું છે. તેના પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેર જોવા મળે છે. તેનું નામ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના શાસક જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલો છે. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન પણ આવેલ છે.

આ મહેલ ઉત્‍કૃષ્‍ટ સ્‍થાપત્‍યનો નમૂનો છે. તેનું નિર્માણ આગળ અને પાછળના દ્રશ્‍યોને જોઇને કરવામાં આવ્‍યું છે. આ મહેલ શહેરના મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર છે. તેની છત સુંદર શિલ્‍પો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનો વિકાસ શહેરના કેન્‍દ્રમાં રહે તે રીતે કરવામાં આવ્‍યો છે. સાત ઘડિયાળ ટાવર મુગલો ડોમ દ્વારા અને તેમાં પાંચ સૌથી ઉંચી ટાવર બનાવીને તેને ષટકોણ આકાર આપવામાં આવ્‍યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે. મહેલ દ્વાર જે શિલ્‍પકલાનો ઉત્‍કૃષ્‍ટ નમૂનો છે. મહેલમાં ડચ, ઇટાલીયન, યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. મહેલની સજાવટ ધ્‍યાનપૂર્વક કરવામાં આવેલ છે. મહેલના ગલિયારોંમાં શાહી સ્‍ત્રીઓ પુરુષોના નજરમાં ન આવી શકે તે રીતે ઉપર-નીચે ચઢી શકે તેવી યોજના કરવામાં આવેલ છે.

રણજીત વિલાસ મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધના સાધનો, ૯૫ જાતના પ્રાણીઓ, પિસ્‍તોલો, ચાંદી, છાતીનું રક્ષક, પથ્‍થરો, કવિતાઓ, ચિત્રો વગેરે મૂકવામાં આવેલ છે. મહેલને સુંદર મુર્તિઓ, કોતરણીઓ દ્વારા સજાવવામાં આવેલ છે. અહીંનું અવિશિષ્‍ટ સ્‍થાપત્‍ય સૌ કોઇને મંત્ર મુગ્‍ધ કરી દે છે. મહેલના ગેરેજમાં કેટલીક વિન્‍ટેજ કારો જેવી કે ૧૯૨૧ રૉલ્‍સ રોય, સિલ્‍વર ઘોસ્‍ટ, કેટલીક અમેરિકન કારો આવેલ છે. વળી અહીં ચૌદ કાઠિયાવાડી ઘોડા પણ આવેલાં છે. અહીં ઇટાલીયન શૈલીના કેટલાય ફુવારા પણ આવેલાં છે.

Comments