ઘેલા સોમનાથ મંદિરને યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી.

 ઘેલા સોમનાથ મંદિરને યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી.

ઘેલા સોમનાથ મંદિરને દ્વારકા અને સોમનાથની જેમ પવિત્ર યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અનુસંધાને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ઘેલા સોમનાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી, ટ્રસ્ટના નવાં સભ્યોને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોને વિકસાવવા રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવાની સાથે સાથે આર્થિક સહાય પણ આપે છે ત્યારે ઘેલા સોમનાથના વિકાસ માટે રાજ્ય સરકારે આગળ આવી રૂ.૧૦ કરોડની માતબર રકમની ગ્રાન્ટ મંજુર કરી છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પ્રસિદ્ધ તીર્થધામ ઘેલા સોમનાથને એક નવી ઓળખ પણ પ્રાપ્ત થશે તેમ જ સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot  #kunvarjibavalia


Comments