સરકારની સહાયથી જીવંત પરંપરા: મોરબીના કારીગરો
સરકારની સહાયથી જીવંત પરંપરા: મોરબીના કારીગરો
આ સખી મેળામાં એક સ્ટોલ મોરબીના સખી મંડળને ફાળવવામાં આવ્યો છે. આ જય બજરંગ મહિલા મંડળ સખી મંડળના સભ્યશ્રી મીનાબહેન સખનપરા પ્રજાપતિ કહે છે કે અમે અમારા પરંપરાગત લાકડાના રમકડા બનાવવાનું કામ કરીએ છીએ. આજના આધુનિક સમયમાં પ્લાસ્ટિક અને રબરના રમકડા સામે લાકડાના હાથેથી બનાવેલા રમકડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમારા જેવા કારીગરોને સરકારે રાજકોટના પોશ એરિયા કાલાવડ રોડના ક્રિસ્ટલ મોલમાં વિનામૂલ્યે વેચાણ માટે ખુબ ઉત્તમ માધ્યમ પૂરું પાડયુ છે. જેનાથી અમને સારી એવી આવક મળી રહે છે. આ માટે અમે સબંધિત અધિકારીઓ અને તંત્રના આભારી છીએ. લાકડાની ખાટલી, ચકરડી, ગાડુ, વેલણ, પાટલી, ઘુઘરા સહિતના ૨૫ જાતના લાકડાના રમકડાઓમાં બનાવવામાં આવે છે.
@cmogujarat @bhupendrapbjp
#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment
#InfoRajkotGoG
Comments
Post a Comment