"રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ દીપાવલી ઉજવણી"

 "રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ દીપાવલી ઉજવણી"

દીપાવલી નું પર્વ એટલે ખુશીઓનું પર્વ. સામાન્ય જનતા તો આ તહેવાર ઉજવે છે પરંતુ મનોદિવ્યાંગો પણ સામાન્ય લોકોની જેમ આ તહેવાર ઉજવી શકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીપાવલીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટની સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંચાલિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી બાળકોને રોશનીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ તકે પપેટ શો, મેજિક શો તથા આતશબાજી કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, તથા તમામ બાળકોને મીઠાઈ આપી ખુશીઓ વહેચવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી મહેક જૈન, ડો. ચાંદની પરમાર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેનશ્રી ડો. પ્રિતેશ પોપટ તથા સભ્યશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, ચિફ પ્રોબેશન ઓફિસરશ્રીઓ તથા સમાજ સુરક્ષા ખાતા હેઠળ ચાલતી વિવિધ સંસ્થાઓના બાળકો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot










Comments