મહિલાઓને મક્કમ બનાવતી યોજના: મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતી રાજકોટ તાલુકાના જીયાણા ગામની દીકરી
મહિલાઓને મક્કમ બનાવતી યોજના: મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતી રાજકોટ તાલુકાના જીયાણા ગામની દીકરી.
રાજકોટ તાલુકાના જીયાણા ગામના ક્રિષ્ના મિશન મંગલમના મંત્રીશ્રી હંસાબેન ચાંચીયાની દીકરી શ્રી રમીલાબેન જણાવે છે કે મારી માતા અમે પાંચ ભાંડેરા અને પરિજનોની જવાબદારી સંભાળતા-સંભાળતા હસ્તકલાનું પણ હુન્નર ધરાવે છે. અમે પાંચ વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલા છીએ. આ સખી મંડળને મળતા સરકારના આર્થિક સહયોગથી તોરણ, ટોડલીયા, ઝુમ્મર, ઢીંગલી, ઝૂલા, માટીના દીવા, આણાની કટલેરી, મોજડી, ઈંઢોણી, ચૂંદડી જેવી ઉન અને અન્ય મટીરીયલમાંથી બનેલી 15 જેટલી વસ્તુઓ વેચીએ છીએ. અગાઉ મોરબી અને ગીરસોમનાથ ખાતે સખી મેળામાં ભાગ લીધો હતો, જ્યાં સારો એવો વકરો થયો હતો. જે બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, કે સખી મંડળના માધ્યમથી મહિલાઓમાં રહેલી આવડતને પ્રોત્સાહન મળી રહ્યું છે.
#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment
#InfoRajkotGoG
Comments
Post a Comment