રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સમીક્ષા બેઠક યોજવામાં આવી

 રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સમીક્ષા બેઠક યોજવામાં આવી.


રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારે વરસાદના લીધે થયેલી નુકસાનીનો સર્વે તેમજ સહાયની ચૂકવણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

.

.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ બાકી રહેલી સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી તાત્કાલિક કરવા ફરમાન કર્યું હતું. વરસાદની આપદાને ભૂલીને જનજીવન પુનઃ ધબકતું અને સામાન્ય થઈ જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રે ગતિશીલતા અને સજ્જતા કેળવીને સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે કોઈપણ અસરગ્રસ્ત સહાય વિહોણો ના રહી જાય તે જોવા જણાવ્યું હતું. એટલું જ નહીં, સર્વે તેમજ સહાયની ચૂકવણી માટે જરૂર પડ્યે રવિવારે રજાના દિવસે પણ ઓફિસ ચાલુ રાખીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. 

Comments