રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદની ચેતવણી વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને મદદરૂપ થવા માટે દરેક મંત્રીને બે-બે જિલ્લા ફાળવ્યા છે અને આ જિલ્લાઓમાં જ રહેવા માટે સૂચના આપી છે. ઉપરાંત પ્રભારી સચિવશ્રીને પણ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં મૂકવામાં આવ્યા છે.

ડિઝાસ્ટર તંત્રની આગોતરી તૈયારીના કારણે બે દિવસના ભારે વરસાદ છતાં લગભગ નહિવત નુકસાની થઈ છે. જેના કારણે તંત્રના અધિકારીઓ તેમજ આપદા વચ્ચે લોકોને ભોજન પહોંચાડનારી સમાજસેવી સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની એક કોલમ, એસ.ડી.આર.એફ.ની બે કંપની, ગોંડલ એસ.આર.પી.ની એક કંપની તથા નગર પાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમ છે. જિલ્લામાં હાલમાં ૧૧ ફીડર બંધ છે. જિલ્લામાં ડેમના પાણી છોડવાની સ્થિતિના કારણે ચાર ગામ અત્યારે સંપર્ક વિહોણા છે. જિલ્લામાં ત્રણ પશુ મૃત્યુ થયા છે તથા બે માનવ મૃત્યુ થયા છે. હાલમાં એક ઘટનામાં પાણીમાં તણાયેલા ત્રણ લોકોની શોધખોળ શરૂ છે.

Comments