રાજકોટ: આપત્તિ વ્યવસ્થાપનના કાર્યમાં એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પણ જોડાઈ.

 આપત્તિ વ્યવસ્થાપનના કાર્યમાં એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પણ જોડાઈ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત-બચાવ કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. આ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યમાં એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) પણ જોડાઈ ગયું છે.



રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે વાડી વિસ્તારમાં એક વૃદ્ધ વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. જેની તંત્રને જાણ થતાં ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાએ ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાહુલભાઈ ગમારાના સંકલનમાં રહીને ગોંડલથી એસ.ડી.આર.એફ.ની ટીમ બોલાવી હતી. ટીમે મોડી રાત્રિના ૩:૩૦ કલાકે ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધને પૂરમાંથી બહાર કાઢ્યા હતાં. બચાવ બાદ આ વૃદ્ધને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આમ, વરસાદી આફત સમયે 'નાગરિકોની પડખે સરકાર' સૂત્ર સાકાર થયું હતું.

Comments