રાજકોટ : વિકાસ_સપ્તાહ અંતર્ગત ધારાસભ્યશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલિયાનાં હસ્તે અંદાજીત રૂ.૯૦.૭૦ લાખનાં કામોનુ ખાતમુહૂર્ત કરાયું.

 રાજકોટ : વિકાસ_સપ્તાહ અંતર્ગત ધારાસભ્યશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલિયાનાં હસ્તે અંદાજીત રૂ.૯૦.૭૦ લાખનાં કામોનુ ખાતમુહૂર્ત કરાયું.



#વિકાસ_સપ્તાહ અંતર્ગત ધારાસભ્યશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલિયાનાં હસ્તે ઉપલેટા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ગ્રાઉન્ડમાં ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટ અંતર્ગત વોલીબોલ અને બાસ્કેટ બોલ મેદાન બનાવવાનું કામ અને રનીંગ ટ્રેકની બાજુમાં ગાર્ડન ડેવલપમેન્ટ અને સ્ટ્રીટલાઇટનાં અંદાજીત રૂ.૯૦.૭૦ લાખનાં કામોનુ ખાતમુહૂર્ત કરાયું હતું.

ઉપલેટાના યુવાનોને રમતનું વિશાળ મેદાન મળી રહે તેઓ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં ભાગ લઈને ભવિષ્યમાં  આગળ વધે, વરિષ્ઠ નાગરિકો બાગ બગીચામાં વોક કરી શકે તથા ઉપલેટાના સૌ નાગરિકોની સુખાકારીમા વધારો કરવા સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરાયા છે.

 #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorRajkot #23YearsOfGoodGovernance

Comments